Friday, March 15, 2019

કમાણી કરવામાં જ નય પરંતુ દાન આપવામાં પણ આગળ છે આ ઉદ્યોગપતિઓ



પ્રમુખ ઉધોગપતિ સુનિલ મિતલે પોતાની સંપતિમાંથી 7000 કરોડ રૂપિયાનું દાન કરવાનો નિર્ણય કર્યો છે. થોડા દિવસ અગાઉ જ ઈન્ફોસિસના ચેરમેન નંદન નિલેકણી અને તેમની પત્નીએ અડધી સંપતિનું દાન કરવાની જાહેરાત કરી છે. તો ચાલો આજે જાણીએ કયાં ઉધોગપતિએ કેટલું દાન કર્યું છે... 

અજીમ પ્રેમજીએ તેમની સંપતિના અડધાથી વધુ હિસ્સાનું દાન કર્યું

:- વિપ્રોના અબજપતિ ચેરમેન અજીમ પ્રેમજીએ તેમની સંપતિનો અડધાથી વધુ હિસ્સો 2015માં ચેરીટી માટે અલગ રાખ્યો છે. દેશની ત્રીજી સૌથી મોટી સોફટવેર કંપનીમાં તેમનો 73 ટકાથી વધુ સ્ટોક છે. તેની કિંમત લગભગ 99,500 કરોડ રૂપિયા છે.2013માં પોતાના સંકલ્પમાં પ્રેમજીએ કહ્યું હતું કે તેમનું એવું માનવું છે કે જે લોકોની પાસે સંપતિ છેતેમણે વંચિત લોકો માટે એક સારી દુનિયા બનાવવાની કોશિશમાં યોગદાન કરવું જોઈએ. પ્રેમજીએ 2001માં 63 હજાર કરોડ રૂપિયાનું દાન કર્યું હતું.

એલએન્ડટીના મેનેજિંગ ડાયરેકટર દાન કરી ચુકયા છે 75 ટકા સંપતિ

:- 16 અબજ ડોલર ( 1.07 લાખ કરોડ રૂપિયા)ના એન્જિનિયરિંગ દિગ્ગજ લાર્સન એન્ડ ટુબ્રોના મેનેજિંગ ડાયરેકટર એ એમ નાઈકે ઓગસ્ટ 2016માં તેમની 75 ટકા સંપતિનું દાન કરવાની જાહેરાત કરી હતી. તેમણે ત્યારે કહ્યું હતું કે ચેરિટીએ મારી ઈચ્છા છે. તે અમારા ત્યાં ત્રણ પેઢીથી ચાલ્યું આવી છે. મારા દાદા અને પિતાની પાસે પૈસા ન હતાઆ કારણે તે ગરીબો માટે જીવ્યા.

રોકાણકાર ઝુનઝુનવાલા દાન કરી ચુકયા છે 25 ટકા સંપતિ

:- ભારતના સૌથી જાણીતા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા તેમના જીવનકાળમાં તેમની 25 ટકા સંપતિનું દાન કરવાનું વચન આપી ચુકયા છે. વર્ષ 2011માં તેમણે 2020 સુધી એક અબજ ડોલર એટલ કે 4,400 કરોડ રૂપિયાનું દાન કરવાનું લક્ષ્ય રાખ્યું હતું. ત્રણ બાળકોના પિતા ઝુનઝુનવાલાએ ત્યારે કહ્યું હતું કેહું ચેરિટીને પોતાનું ચોથું બાળક માનું છું અને હું મારી સંપૂર્ણ સંપતિ તમામ બાળકોને સરખા ભાગે આપીશ.

નંદન નીલેકણી અને તેમની પત્નીએ ગોવિંગ પ્લેજ પર કર્યા હસ્તાક્ષર

:- ઈન્ફોસિસના ચેરમેન નંદન નીલેકણી અને તેમની પત્ની રોહિણીએ બિલ ગેટસ અને વોરેન બફેટની પહેલથી શરૂ થયેલા ગિવિંગ પ્લેજ પર હસ્તાક્ષર કરી ચુકયા છે. તેની પર સાઈન કરનારને પોતાની જિંદગી દરમિયાન કે વસીયત દ્વારા ઓછામાં ઓછી અડધી સંપતિ પરોપકારના કામો માટે દાન કરવાની હોય છે. નીલેકણી પરિવારની પાસે 1.7 અબજ ડોલર (110.5અબજ રૂપિયા)ની સંપતિ હોવાનું અનુમાન છે. તેમાં વધુ ઈન્ફોસિસમાં 2 ટકા શેરહોલ્ડિંગ તરીકે છે.

પીરામલ અને શ્રીરામ ગ્રુપે આપ્યું 3 કરોડ રૂપિયાનું દાન

:- પીરામલ અને શ્રીરામ ગ્રુપે તેના ફાઉન્ડેશનના માધ્યમથી 3 હજાર કરોડનું દાન પ્રાઈમરી શિક્ષણયુવાઓના સશ્કિતકરણસ્વાસ્થ્ય અને 21 રાજયોમાં પાણી ઉપલબ્ધ કરાવવાના ઉદેશ્યથી આપ્યું છે.

એન. આર. નારાયણ મૂર્તિ પણ બન્યા મોટા દાનવીર

:- ભારતના દાનવીરમાં નારાયણ મૂર્તિનું નામ પણ ઘણું ઉપર છે. તે ઈન્ફોસિસ ટેકનોલોજી લિમિટેડના ફાઉન્ડર છે. ઈન્ફોસિસ ફાઉન્ડેશનના નામથી શરૂ કરવામાં આવેલી સંસ્થા દ્વારા તે ગરીબ લોકોને શિક્ષણ અને સારી હેલ્થકેરની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું કામ કરે છે.


Source : - https://money.divyabhaskar.co.in/news/BIZ-DYK-these-businessmen-are-top-indian-philanthropists-5756532-PHO.html

No comments:

Post a Comment