Monday, May 27, 2019

તાજમહલ વિષેની આ વાતો તમે પણ નહીં જાણતા હોવ.



મિત્રો આપણે સૌ તાજમહેલ વિશે તો જાણતા જ હશું.  તાજમહેલને પ્રેમનું સૌથી મોટુ પ્રતીક ગણવામાં આવે છે.  તાજમહેલનું નિર્માણ શાહજહાં એ તેની પત્ની મુમતાજ ની યાદમાં કર્યું હતું અને આ તાજમહેલ દુનિયાની 8 અજાયબીઓ માંની એક છે દર વર્ષે લાખો લોકો આ તાજમહેલની મુલાકાતે આવે છે

આજે અમે આ લેખમાં તમને તાજમહેલ વિશેની ઘણી જાણી અને અજાણી બાબતો વિશે જણાવીશું. આમાંથી અમુક બાબતો તમે જાણતા જ હશો અને અમુક તમારા માટે નવી હશે. તો ચાલો જાણીએ આ તાજમહેલ વિશે.
1) તાજમહેલ ને બનાવવામાં 20 હજારથી પણ વધુ મજૂરો દિવસ રાત કામ કરતા હતા.
2) તાજમહેલ બનાવવાનું કામ ૧૬૩૨ થી ૧૬૫૩ સુધી ચાલ્યું હતું અને તેને બનાવવામાં ૨૨ વર્ષ લાગ્યા હતા. 
3)  તાજમહેલ શાહજહાએ બનાવ્યો હતો પરંતુ આજ સુધી તેના પુરાવા મળ્યા નથી. 
4) મુમતાજ શાહજહાંની ત્રીજી પત્ની હતી અને તેની મૃત્યુ 14મી સંતાન ને જન્મ આપતા થયું હતું
5) વાના પ્રદૂષણને લીધે થી તાજમહેલનો સફેદ રંગ થોડો પીળાશ થવા લાગ્યો છે
6) તાજમહેલ બનાવવા માટે અલગ-અલગ આઠ દેશોમાંથી સામાન મંગાવવામાં આવ્યો હતો અને તેમાં તુર્કી, ફ્રાંસ અને ભારતીય કારીગરોએ કામ કર્યું હતું


       7)      તાજમહેલ નો પાયો એક વિશેષ પ્રકારના લાકડામાંથી બનાવવામાં આવ્યો છે પણ યમુના નદીનું જળસ્તર નીચે જવાને કારણે એ લાકડુ સુકાવા લાગ્યું છે
        8)      તાજમહેલ ના ચારેય ખૂણા પર એક એક મિનાર બનાવવામાં આવી છે જેથી તાજમહેલ નું સંતુલન બની રહે
        9)      તાજમહેલ માં અલગ અલગ ૨૮ પ્રકારના કીમતી પથ્થરો લગાવવામાં આવ્યા હતા પરંતુ પછીથી એ પથ્થરો અંગ્રેજો કાઢી ને લઈ ગયા હતા
       10)   તાજમહેલ વિશ્વના સૌથી મોટા ફરવાલાયક સ્થળ માનું એક છે અહીં દર વર્ષે ૪૦ થી ૫૦ લાખ લોકો ફરવા આવે છે જેમાંથી ૩૦ ટકા વિદેશી કોઈ છે
       11)   તાજમહેલ બનાવવામાં એ સમય પર ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો
       12)   શાહજહાં એક કાળા રંગનો તાજમહેલ પણ બનાવવા માંગતા હતા પરંતુ તેના પુત્ર ઔરંગઝેબે તેને કેદખાનામાં કેદ કરી લીધા હતા.
      13)   તમને જાણીને આશ્ચર્ય થશે કે તાજમહેલ કુતુબ મિનાર કરતા પણ 4.5 ફૂટ ઊંચો છે.
      14)   તાજમહેલ પોતાનો રંગ પણ બદલે છે એ સવારે આછો ગુલાબી દેખાઈ આવે છે, બપોરે સફેદ અને સાંજે સોનેરી નજર આવે છે.
      15)   શાહજહાએ તાજમહેલ બનાવવા વાળા મજુરોના હાથ કાપી નાખ્યા હતા જેથી એ લોકો બીજો તાજમહેલ ના બનાવી શકે પરંતુ એના પછી એ લોકોને ખૂબ ઇનામ પણ આપવામાં આવ્યા હતા.
      16)   તાજમહેલ ની મિનારો થોડી બહારની બાજુ નમેલી છે જેથી ક્યારે પણ ભૂકંપ આવે તો મિનાર ગુંબજ પર ના પડે

મિત્રો તાજમહેલ માત્ર ભારતની હી પણ વિશ્વની પણ અમૂલ્ય ભેટ છે. જો તમે ક્યારેય તાજમહાલ જોવા ના ગયા હોય તો ત્યાં એક વાર જરૂર થી જજો.

આપ આ લેખ GUJJUBAKA ના માધ્યમ થી વાંચી રહ્યા છો અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે . 
જો આપને અમારો આલેખ પસંદ આવ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને તમારા અભિપ્રાયો અમને જણાવો.  અને FACEBOOK માં અમારું પેજ GUJJUBAKA ને લાઈક કરવા વિનંતી.

આવીને આવી પોસ્ટ મેળવવા લાઈક કરો GUJJUBAKA


No comments:

Post a Comment