Saturday, May 25, 2019

આ ઘટના શેનું પરિણામ છે બેદરકારી કે નાસમજ ??




૨૪ મે ના રોજ સુરત સરથાણા વિસ્તારમાં થયેલી ભયાનક ઘટના વિશે તો આપણે બધા જાણતા જ હશું. જેમાં ૨૦ થી વધુ નિર્દોષ બાળકો એ પોતાનો જીવ ગુમાવ્યો. આ ગમગીન ઘટના પછી આખુ સુરત અને ગુજરાત શોક મગ્ન બની ગયું, બધા જ લોકોના આંખમાં આંસુ આવી ગયા હતા. એક બાજુ લોકો આ ગમગીન ઘટનાના શોકમાં છે તો બીજી બાજુ લોકોમાં ગુસ્સો અને આક્રોશ પણ છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ની બેદરકારી અને ફાયર વિભાગના અપુરતા સાધનો માટે લોકોમાં ખૂબ આક્રોશ જોવા મળે છે તો અહીં આપણે વિચારવાનું રહ્યું કે આ ઘટના પાછળ ખરેખર કોણ જવાબદાર છે??

આ ઘટના સાથે મુખ્યત્વે ત્રણ બાબતો જોડાયેલી છે 1) જ્યાં આગ લાગી ત્યાંના આસપાસના લોકો 2) ફાયર વિભાગ અને 3) વીજળી સપ્લાય કરતી કંપની.  મારા મતે આ ત્રણમાંથી કોઈએ પણ પોતાની જવાબદારી નિભાવી હોત અથવા તો થોડી પણ સમજદારી દાખવી હોત તો આ ઘટના આપણે ટાળી શક્યા હોત.

1) ઘટનાસ્થળ ની આસપાસના લોકો

જ્યારે સબસ્ટેશન માં ધીમા ધીમા તણખલા થતા હતા ત્યારે જ જો કોઈએ વીજ કંપનીને ફોન કરીને જાણ કરી હોત અથવાતો તે બિલ્ડિંગના લોકોએ જો તેને ગંભીરતાથી લીધું હોત તો કદાચ આટલી મોટી આગ થઈ જ ના હોત. અને આગ લાગ્યા પછી પણ ઘણા બધા લોકો બિલ્ડીંગની નીચે એકઠા થઇ ગયા હતા ત્યારે પણ લોકોએ જો મોબાઈલ માં વિડિયો બનાવવાની જગ્યાએ લોકોને બાળકોને બચાવવામાં મદદ કરી હોત તો કદાચ આપણે બાળકો નો જીવ બચાવી શક્યા હોત.

2) ફાયર વિભાગ


જો ફાયર વિભાગ સમયસર આવી ગયું હોત અને પાસે પુરતા સાધનો વિકસાવ્યા હોત તો કદાચ આપણે આ માસુમોનો જીવ બચાવી શક્યા હોત. પરંતુ ફાયર વિભાગ પાસે ચોથા માળ પર પહોંચે એવી સીડી પણ ન હતી અને નીચે પડતાં ને બચાવવા માટે નેટ ની જાળી પણ ન હતી ફાયર વિભાગની આ સૌથી મોટી બેદરકારી એ આજે માસૂમનો ભોગ લીધો.

3) વીજળી સપ્લાય કરતી કંપની

વીજ કંપની ની પણ એટલી જ બેદરકારી છે જેટલી ફાયર વિભાગની છે. લોકો દ્વારા જાણવા મળ્યું કે જ્યારે આગ લાગી અને વધી ગઈ ત્યારે લોકોએ વીજ કંપનીમાં ફોન કરીને જાણ કરી હતી છતાં પણ વીજ કંપનીએ ત્યાંનો પાવર કટ કર્યો ન હતો અને આમને આમ તણખલા થવાના શરૂ જ રહ્યા હતા જે મોટી આગ માં પરિણમી હતી.

મિત્રો જો આ ત્રણમાંથી પણ કોઈએ પણ પોતાની સમજદારી દાખવી હોત અને પોતાની જવાબદારી સંપૂર્ણ નિષ્ઠાથી નિભાવી હોત તો કદાચ આપણે આ ઘટનાને ટાળી શક્યા હોત. પરંતુ હકીકત એ છે કે આપણે આ ભાગદોડ અને દેખાદેખી ની જિંદગીમાં આપણી ફરજ નિભાવવાનું ચૂકી જઈએ છીએ અને જ્યારે જ્યારે આવી કોઈ ઘટના બને છે ત્યારે આપણે થોડા સમય માટે માનવતા દાખવીએ છીએ અને થોડો સમય વીત્યા પછી આપણે બધું જ ભૂલી જઈએ છીએ. અને ફરી પાછી બેદરકારીથી આવી કોઈ ઘટના સર્જાય છે.

તેથી જ અહીં પ્રશ્ન થાય છે કે આ ઘટના શેનું પરિણામ છે બેદરકારી કે નાસમજ ??

આપ આ લેખ GUJJUBAKA ના માધ્યમ થી વાંચી રહ્યા છો અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે . 
જો આપને અમારો આલેખ પસંદ આવ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને તમારા અભિપ્રાયો અમને જણાવો.  અને FACEBOOK માં અમારું પેજ GUJJUBAKA ને લાઈક કરવા વિનંતી.

આવીને આવી પોસ્ટ મેળવવા લાઈક કરો GUJJUBAKA

No comments:

Post a Comment