Friday, March 15, 2019

Secreat Of Success


બે ભાઈઓ ખેતરમાંથી ઘર તરફ આવી રહ્યાં હતાં. જેમાં એક છોકરાંની ઉંમર 6 વર્ષ અને એકની ઉંમર 14 વર્ષ હતી. રસ્તામાં એક કૂવો જોયો અને મોટાભાઈએ કુવામાં ડોકિયું કર્યું એટલામાં પગ લપસ્યોને એ કૂવામાં ગબડી પડ્યો. નાનો ભાઈ મૂંઝાયો ચારે બાજું જોયું પણ કોઈ દેખાયું નહીં. કૂવાથી થોડે દુર એક દોરડું પડયું હતુ. એ 6 વર્ષનાં બાળકે એ દોરડું લીધું અને કુવામાં મોટાભાઈને બચાવવા માટે નાખ્યું.

<p”>મોટાભાઈને બચાવવા માટે નાના છોકરાંએ પોતાની બધી જ મહેનત લગાડી દીધી, પૂરા જોર સાથે ભાઈને કુવામાંથી બહાર કાઢ્યો. બન્ને ભાઈઓ ગામમાં આવ્યાં અને પુરી ઘટના ગામનાં લોકોને સંભળાવી, માતા-પિતાને સંભળાવી પણ એમની એ વાત પર કોઈએ વિશ્વાસ ના કર્યો કે આ નાના બાળકે મોટાભાઈને બચાવ્યો. ગામમાં કોઈ માનવા તૈયાર નહતું.

<p”>ગામમાં એક અનુભવી બુઝુર્ગ રહેતાં હતાં આખું ગામ એમની પાસે ગયું અને ઘટના સંભળાવી તો એ બુઝુર્ગ તરત જ માની ગયા, એ નાના બાળકની વાત પર વિશ્વાસ કર્યો અને તેને ઈનામનાં રૂપમાં એક ગોળની કટકી આપી. ગામનાં લોકોએ પુછ્યું કે તમે આની વાત પર ભરોસો કરો છો ? એમણે કહ્યુ કે હાં, તેઓ કહે છે તો વાત માનવી જ પડે. એ સાચું જ કહેતાં હશે.

<p”>બીજી મહત્વની વાત એ છે કે જ્યારે આ ઘટના બની ત્યારે ત્યાં આ બે ભાઈઓ સિવાય ત્રીજું કોઈ નહતું, ત્યાં કોઈ એવું કહેનાર નહતું કે “આ કામ તારાથી નહીં થઈ શકે”, ત્યાં કોઈ એવું કહેનાર નહતું કે “તુ રહેવા દે, તું ના કરી શકે” ઍટલે મને એ બાળકોની વાત પર પૂરો વિશ્વાસ છે. કહેવાનો હેતુ એટલો જ છે કે ક્યારેક આપણાં પોતાના લોકો જ આપણું મનોબળ તોડી નાંખે, કંઈક શરૂઆત પહેલા જ કહીં દે કે “આ તારાથી ના થાય” ઍટલે પુરૂ..

ટૂંકમાં મિત્રો, કોઈ પણ કામ જરૂર સફળ થાય જો તમે નકારાત્મક વલણ તમારી અંદર ના કેળવવા દો.

આપ આ લેખ GUJJUBAKA ના માધ્યમ થી વાંચી રહ્યા છો અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે . 
જો આપને અમારો આલેખ પસંદ આવ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને તમારા અભિપ્રાયો અમને જણાવો.  અને FACEBOOK માં અમારું પેજ GUJJUBAKA ને લાઈક કરવા વિનંતી.


આવીને આવી પોસ્ટ મેળવવા લાઈક કરો GUJJUBAKA

સંકલન – ઈલ્યાસ બેલીમ

મિ. સંદીપ મહેશ્વરીનાં વિડીયોમાં સાંભળેલી એક પ્રેરણાત્મક વાર્તા પરથી

No comments:

Post a Comment